મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, મુંબઈ ઈન્ડિયન્સ આજે સાંજે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે ૭:૩૦ વાગ્યે શરૂ થશે. દિલ્હી કેપિટલ્સે 10 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. મુંબઈ બીજા સ્થાને રહ્યું, જ્યારે ગુજરાત જાયન્ટ્સ ત્રીજા સ્થાને રહ્યું, જેના કારણે બાકીના અંતિમ સ્થાન માટે બંને ટીમો વચ્ચે મુકાબલો થયો. મુંબઈ ઈન્ડિયન્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર રમવાનો ફાયદો થશે, જ્યાં તેમણે તાજેતરમાં ગુજરાત જાયન્ટ્સ સામે નવ રનથી વિજય મેળવ્યો હતો.
આ સિઝનમાં, મુંબઈએ આઠ મેચમાંથી પાંચ જીત સાથે પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે.
Site Admin | માર્ચ 13, 2025 3:19 પી એમ(PM) | મહિલા ક્રિકેટ પ્રિમીયર લીગ (WPL) 2025
મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, એલિમિનેટર મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો
