ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 7, 2025 9:44 એ એમ (AM)

printer

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, ગુજરાત જાયન્ટ્સ નો મુકાબલો લખનૌમાં દિલ્હી કેપિટલ્સ સામે.

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, ગુજરાત જાયન્ટ્સ લખનૌમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આ મેચ સાંજે સાડા સાત વાગ્યાથી રમાશે.ગઇકાલે મુંબઈ ઈન્ડિયન્સે યુપી વોરિયર્સને 6 વિકેટથી હરાવ્યું. આ હાર સાથે, યુપી વોરિયર્સની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. લખનૌમાં પ્રથમ બેટિંગ કરતા, યુપી વોરિયર્સે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 150 રન બનાવ્યા. જ્યોર્જિયા વોલે સૌથી વધુ 55 રનનું યોગદાન આપ્યું. મુંબઈ તરફથી અમેલિયા કેરે 5 વિકેટ લીધી. જવાબમાં, મુંબઈ ઈન્ડિયન્સે 9 બોલ બાકી રહેતાં વિજયી લક્ષ્ય હાંસલ કરી લીધું. મેથ્યુઝ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ