મહિલા ટી20 પ્રીમિયર લીગ ક્રિકેટમાં, આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે સાડા સાત કલાકે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે શરૂ થશે.ગઇકાલે ગુજરાત જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટથી હરાવ્યું.પ્રથમ બેટિંગ કરતા, બેંગ્લોરે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા. જવાબમાં, ગુજરાત જાયન્ટ્સે 16.3 ઓવરમાં માત્ર ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કર્યો. ગુજરાતની કેપ્ટન એશ્લે ગાર્ડનરે 31 બોલમાં શાનદાર 58 રન બનાવ્યા. આ પહેલા, ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
Site Admin | ફેબ્રુવારી 28, 2025 2:18 પી એમ(PM)
મહિલા ટી20 પ્રીમિયર લીગ ક્રિકેટમાં, આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે
