ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 5, 2024 2:14 પી એમ(PM)

printer

મહિલા ટી 20 વિશ્વકપમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય

મહિલા ટી 20 વિશ્વકપમાં ગઈ કાલે રાત્રે દુબઇમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો 58 રને પરાજય થયો હતો. 161 રનનાં લક્ષ્યનો પીછો કરતા ભારત 19 ઓવરમાં માત્ર 102 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ન્યૂઝીલેન્ડ વતી રોઝમેરી મેરે ચાર વિકેટ લીધી હતી. અગાઉ, ટોસ જીતીને બેટિંગ લેતાં ન્યૂઝીલેન્ડે 160 રન કર્યા હતા. સોફી ડેવિને 36 બોલમાં 57 રન કર્યા હતા. રેણુકા સિંઘે ભારત વતી બે વિકેટ લીધી હતી.
હાર છતાં ભારત માટે સેમિફાઇનલમાં પ્રવેશવાની તક છે. ભારત પાકિસ્તાન સામે આવતી કાલે, શ્રીલંકા સામે 9 ઓક્ટોબર અને ઓસ્ટ્રેલિયા સામે 13 ઓક્ટોબરે એમ કુલ 3 મેચો રમશે અને ત્રણેયમાં જીતે તો તે સેમિ ફાઇનલમાં પ્રવેશી શકે છે. આજે ગ્રુપ-એમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે મુકાબલો થશે, જ્યારે ગ્રુપ-બીમાં ઇંગલેન્ડ અને બાંગલાદેશ વચ્ચે મેચ રમાશે. બંને મેચ શારજાહમાં રમાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ