ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઑમાનના મસ્કતમાં ગઈકાલે રાત્રે રમાયેલી મહિલા જૂનિયર એશિયા કપ હૉકી ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં ભારત વિજયી બન્યું છે. ભારતે ચીનને 3-2થી હરાવ્યું હતું. શૂટઆઉટમાં સાક્ષી રાણા, ઈશિકા અને સુનિલિતા ટોપ્પોએ ગોલ કર્યાં. જ્યારે ભારતીય ગૉલકીપર નિધિએ પેનલ્ટી શૂટઆઉટમાં ત્રણ ગૉલ બચાવ્યાં હતાં.   

આ પહેલા જિનઝુઆન્ગે ચીન માટે મેચનો પહેલો ગૉલ કર્યો હતો. ભારતનાં કણિકા સિવાચે ત્રીજા ક્વાર્ટરમાં ગૉલ કરી મેચ બરાબરી પર લાવી દીધી હતી. નિયમિત સમયમાં એક-એકની બરાબરી બાદ મેચનો નિર્ણય શૂટઆઉટથી કરવો પડ્યો હતો.    

હૉકી ઇન્ડિયાએ આ જીત માટે ટીમના દરેક ખેલાડીને 2 લાખ રૂપિયા અને સહયોગી કર્મચારીઓને એક-એક લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. ભારતનાં દિપીકા સેહરાવતે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 12 ગૉલ કર્યા હતા. ભારતે ગયા વર્ષે કૉરિયા ગણરાજ્યને હરાવીને પહેલો મહિલા જૂનિયર એશિયા કપ જીત્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ