ઑમાનના મસ્કતમાં રમાઈ રહેલી મહિલા જુનિયર એશિયા કપ હૉકીમાં પુલ એની મેચમાં ભારત આજે મલેશિયા સામે રમશે. મેચ ભારતીય સમય પ્રમાણે સાડા આઠ વાગે શરૂ થશે. એક અન્ય મેચમાં ચાઇનીઝ તાઇપેઇ પુલ બીની મેચમાં સાઉથ કોરિયા સામે રમશે.
ગઈ કાલે ભારતે બાંગ્લાદેશને 13-1થી પરાજય આપ્યો હતો. મુમતાઝ ખાને ચાર, કનિકા સિવાચ અને દીપિકાએ ત્રણ-ત્રણ ગૉલ કર્યા હતા. FIH જુનિયર વર્લ્ડ કપ માટે જુનિયર એશિયા કપ ક્વોલિફાઇંગ સ્પર્ધા છે, જે આવતા વર્ષે ચિલીમાં રમાશે. એશિયા કપમાં ટોચનાં પાંચ સ્થાને આવનારી ટીમો વિશ્વકપમાં સ્થાન મેળવશે.
Site Admin | ડિસેમ્બર 9, 2024 2:13 પી એમ(PM)