ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 4, 2025 10:05 એ એમ (AM)

printer

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- W.P.Lમાં ગઈકાલે ગુજરાત જાયન્ટ્સે યુપી વૉરિયર્ઝને 81 રનથી પરાજય આપ્યો.

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- W.P.Lમાં ગઈકાલે ગુજરાત જાયન્ટ્સે યુપી વૉરિયર્ઝને 81 રનથી પરાજય આપ્યો હતો. ઉત્તરપ્રદેશના લખનઉમાં રમાયેલી આ મેચમાં યુપી વૉરિયર્ઝે ટોસ જીતીને બૉલિંગ પસંદ કરી હતી. ગુજરાત જાયન્ટ્સે નિર્ધારિત 20 ઑવરમાં પાંચ વિકેટે 186 રન બનાવ્યાં હતાં. ટીમમાંથી બેથ મૂનીએ સૌથી વધુ અણનમ 96 રન બનાવ્યાં. જ્યારે હરલીન દેઓલે 45 રનનું યોગદાન આપ્યું હતું. તેના જવાબમાં યુપી વૉરિયર્ઝની ટીમ 17 ઑવર એક બૉલમાં ઑલ-આઉટ થઈ ગઈ હતી. ગુજરાત જાયન્ટ્સનાં ખેલાડી કાશવી ગૌતમ અને તનુજા કંવરે સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. ગઈકાલની મૅચમાં બેથ મૂનીને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયાં હતાં.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ