મહિલા ક્રિકેટ પ્રિમીયર લીગ (WPL) 2025 માટે ગુજરાત જાયન્ટ્સ ટીમે આજે અમદાવાદમાં જર્સીનું અનાવરણ કર્યું હતું. WPLની આ ત્રીજી સીઝનમાં ગુજરાત જાયન્ટ્સ 14 ફેબ્રુઆરીએ વડોદરાના બીસીએ સ્ટેડિયમ ખાતે તેની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે રમશે. સ્પર્ધાની મેચો બેંગલુરુ, લખનઉ અને મુંબઇ ખાતે પણ યોજાશે.
આ પ્રસંગે હેડ કોચ માઇકલ ક્લિન્ગર, ખેલાડીઓ હરલીન દેઓવલ, શબનમ શકીલ અને ગુજરાત જાયન્ટ્સની માલિક અદાણી સ્પોર્ટ્સ લાઇનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય આડેસરા ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ફેબ્રુવારી 6, 2025 7:51 પી એમ(PM) | મહિલા ક્રિકેટ પ્રિમીયર લીગ (WPL) 2025
મહિલા ક્રિકેટ પ્રિમીયર લીગ (WPL) 2025 માટે ગુજરાત જાયન્ટ્સ ટીમે આજે અમદાવાદમાં જર્સીનું અનાવરણ કર્યું હતું
