મહિલા ક્રિકેટમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની એકદિવસીય શ્રેણીની અંતિમ મેચ આજે ગુજરાતના રાજકોટમાં રમાશે. મેચ સવારે ૧૧ વાગ્યે શરૂ થશે. ભારતે પહેલી બે મેચ જીતીને શ્રેણી જીતી લીધી છે.
ભારતે પહેલી મેચ છ વિકેટથી જીતી હતી. બીજી મેચમાં, ભારતીય ટીમે 5 વિકેટે 370 રન બનાવ્યા, જે એકદિવસીય મેચોમાં તેનો અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર છે. જવાબમાં, આયર્લેન્ડ 7 વિકેટે 254 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
Site Admin | જાન્યુઆરી 15, 2025 8:31 એ એમ (AM) | મહિલા ક્રિકેટ