ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મહિલા ક્રિકેટમાં, ભારતે બીજી એક દિવસીય મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 115 રને હરાવીને 2-0 થી શ્રેણીવિજય મેળવ્યો છે.

મહિલા ક્રિકેટમાં, ભારતે બીજી એક દિવસીય મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 115 રને હરાવીને 2-0 થી શ્રેણીવિજય મેળવ્યો છે.
વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે ગઇકાલે રમાયેલી મેચમાં પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 358 રન બનાવ્યા હતા. હરલીન દેઓલે 115 રન કર્યા હતા તો સ્મૃતિ મંધાના, પાર્ટીકા રાવલ અને જેમિમાહ રોડ્રિગ્સે અડધી સદી ફટકારી હતી.
ભારતના 359 રનના વિશાળ લક્ષ્યાંકના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ 46 ઓવર અને બે બોલમાં 243 રનમાં ઓલઆઉટ થઈ ગયુ હતું. ભારત તરફથી પ્રિયા મિશ્રાએ ત્રણ અને દીપ્તિ શર્મા, પ્રતિકા રાવલ અને ટિટસ સાધુએ બે-બે વિકેટ લીધી હતી.વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન હેલી મેથ્યુઝે 109 બોલમાં 106 રનની સદી ફટકારી હતી. શ્રેણીની ત્રીજી વનડે 27 ડિસેમ્બરે રમાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ