મહિલા ક્રિકેટમાં, ત્રણ મેચની ICC ચેમ્પિયનશિપ શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મુકાબલો થશે.આ મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં બપોરે 1.30 વાગ્યાથી રમાશે. આ પહેલા રવિવારે આ જ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 211 રનથી હરાવ્યું હતું.
અગાઉ ભારતીય ટીમે આંતરરાષ્ટ્રીય T-20 શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 2-1થી જીત નોંધાવી હતી. હરમનપ્રીત કૌરની ગેરહાજરીમાં સ્મૃતિ મંધાનાના નેતૃત્વમાં ભારતીય ટીમે આંતરરાષ્ટ્રીય ટી-ટ્વેન્ટી શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. મંધાનાએ સતત ત્રણ અડધી સદી ફટકારી હતી અને દ્વિપક્ષીય T20 શ્રેણીમાં ભારતીય મહિલા દ્વારા સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
Site Admin | ડિસેમ્બર 24, 2024 9:35 એ એમ (AM) | મહિલા ક્રિકેટ