મલેશિયાના કુવાલાલમ્પુરમાં રમાઇ રહેલી અન્ડર 19 મહિલા એશિયા કપની પ્રથમ મેચમાં ભારતે કટ્ટરહરીફ પાકિસ્તાનને નવ વિકેટે હરાવીને મોટો વિજય મેળવ્યો હતો. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી, પણ 20 ઓવરમાં માત્ર સાતવિકેટે 67 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. સોનમ યાદવે માત્ર છ રન આપીને ચાર વિકેટ લીધીહતી. પાકિસ્તાન વતી કોમલ ખાને સૌથી વધુ 24 રન કર્યા હતા.68 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતેમાત્ર એક વિકેટ ગુમાવીને 7.5 ઓવરમાં ભારતને ભવ્ય વિજય અપાવ્યો હતો. 29 રનમાં 44 રનકરનાર કમલિનીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 15, 2024 6:43 પી એમ(PM)