મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, સુશ્રી દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે મહિલાઓએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન જીત સાથે ટાઇટલનો બચાવ કર્યો અને ભારત માટે ત્રીજી એશિયન ચેમ્પિયનશિપ જીત નોંધાવી. તેમણે ભારતને ગૌરવ અપાવ્યું છે.
રાષ્ટ્રપતિએ ફાઈનલ મેચમાં એકમાત્ર વિજેતા ગોલ સહિત ટુર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરવા બદલ દીપિકાને ખાસ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ખેલાડીઓ અને ટીમને ભવિષ્યમાં વધુ ગૌરવ મળે તેવી શુભેચ્છા પાઠવી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે આ જીત ટીમના અસાધારણ કૌશલ્ય, નિશ્ચય અને શિસ્તને દર્શાવે છે. તેમણે કહ્યું કે ભારતને તેમના શાનદાર પ્રદર્શન પર ગર્વ છે.
Site Admin | નવેમ્બર 21, 2024 10:29 એ એમ (AM)