મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં આજે અંતિમ ગ્રૂપ-સ્ટેજ મેચમાં ભારતનો મુકાબલો જાપાન સામે થશે. આ મેચ બિહારના રાજગીર હોકી સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર સાંજે પોણા પાંચ વાગે શરૂ થશે. ભારતે ચીનને 3-0થી પરાજય આપ્યો હતો અને સતત ચોથી જીત નોંધાવી. આ જીત સાથે જ યજમાન ભારતીય ટીમ ચાર મેચમાં 12 પોઈન્ટ મેળવીને પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.
બીજી તરફ, જાપાને તેની અગાઉની મેચમાં મલેશિયાને 2-1થી હરાવીને તેની પ્રથમ જીત નોંધાવી હતી. કોરિયા અને થાઈલેન્ડ સામેની તેની મેચ ડ્રો રહી હતી જ્યારે તેને ચીન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અન્ય મેચોમાં ચીનનો સામનો દક્ષિણ કોરિયા અને મલેશિયાનો થાઈલેન્ડ સામે થશે.
Site Admin | નવેમ્બર 17, 2024 2:46 પી એમ(PM)