મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે અરજીઓ મંગાવી છે.અરજદારો એક એપ્રિલથી રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર અરજી કરી શકે છે. 31 જુલાઈ 2025 સુધીમાં પાંચ થી 18 વર્ષની વયના ભારતમાં રહેતા કોઈપણ ભારતીય નાગરિક આ પુરસ્કારો માટે પાત્ર છે. મંત્રાલય દર વર્ષે બહાદુરી, રમતગમત, સમાજ સેવા, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ, કલા અને સંસ્કૃતિમાં સિદ્ધિઓ માટે અસાધારણ બાળકોને સન્માનિત કરવા માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારનું આયોજન કરે છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે.
Site Admin | માર્ચ 28, 2025 9:46 એ એમ (AM)
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે અરજીઓ મંગાવી.
