મહિલા અને બાળ કલ્યાણમંત્રી ભાનુબેન બાબરિયાએ લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ જેવી અદ્યતન ટેક્નોલોજીના માધ્યમથી રાજ્યમાં 607 જેટલા આંગણવાડી કેન્દ્રો અને નંદઘર બનાવવાની જાહેરાત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ અદ્યતન ટેક્નોલોજીથી ભૂકંપ, ભેજ, આગ જેવી વિવિધ પરિસ્થિતિનો સામનો કરી શકે તેવા નંદઘરો માત્ર 60 દિવસમાં તૈયાર થશે.
રાજ્યના દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારમાં આ ટેક્નોલોજીનો વપરાશ કરી વધુ ઝડપથી અને ગુણવત્તાયુક્ત આંગણવાડી કેન્દ્રનું નિર્માણ સરળતાથી થઇ શકશે. આંગણવાડીમાં તમામ માળખાકીય સુવિધા જેવી કે શૌચાલય, પીવાનું પાણી, મોડ્યુલર ફર્નિચર, વોટર પ્યુરીફાયર, એલ.ઇ.ડી. ટીવી, હેલ્થ ચેકીંગ બેડ, ટેબલ ખુરશી વગેરે અદ્યતન સંશાધનોનો સમાવેશ કરાયો છે. આ ટેક્નોલોજીથી આંગણવાડી બનવાથી ઝડપથી સ્ટીલ ફ્રેમ માળખુ બનાવી તેને ઝડપથી ઇન્સ્ટોલ કરી શકાય છે. જેમાં પરંપરાગત બાંધકામ પદ્ધતિ કરતાં વધુ ઝડપથી કામ પૂર્ણ થાય છે. આ પ્રકારની આંગણવાડીમાં 1 ટકા કરતાં પણ ઓછો વેસ્ટ થશે, અને તે પણ 100 ટકા રિસાયક્લેબલ બનશે.
આ આંગણવાડીઓનું GSPC ના CSR ભંડોળ હેઠળ બાંધકામ કરવા માટેની પહેલ હાથ ધરાઇ છે.
Site Admin | ફેબ્રુવારી 6, 2025 7:43 પી એમ(PM) | ભાનુબેન બાબરિયા
મહિલા અને બાળ કલ્યાણમંત્રી ભાનુબેન બાબરિયાએ લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ જેવી અદ્યતન ટેક્નોલોજીના માધ્યમથી રાજ્યમાં 607 જેટલા આંગણવાડી કેન્દ્રો અને નંદઘર બનાવવાની જાહેરાત કરી
