આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ – ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ આવતીકાલે દુબઈમાં ભારત અને ન્યૂ ઝિલૅન્ડ વચ્ચે રમાશે. આ માટે બંને ટીમ તડામાર તૈયારીઓ કરી રહી છે. ભારત તાજેતરની મેચમાં ટોચનું સ્થાન ધરાવે છે.
ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટથી હરાવીને ભારતે ફાઇનલમાં જગ્યા બનાવી છે. ગત સપ્તાહે રમાયેલી ગૃપ સ્ટેજ મેચમાં, ભારતે ન્યૂ ઝિલૅન્ડ સામે 44 રનથી વિજય મેળવ્યો હતો. આ પહેલા બંને ટીમ મુંબઈમાં વર્ષ 2023ના ICC ક્રિકેટ વિશ્વકપની સેમિ-ફાઇનલમાં રમી હતી ત્યારે પણ ભારત 70 રનથી જીતી ગયું હતું.
જ્યારે ન્યૂ ઝિલૅન્ડે છેલ્લે વર્ષ 2019માં માન્ચેસ્ટરમાં રમાયેલી ICC મેન્સ ક્રિકેટ વિશ્વકપની સેમિફાઇનલમાં ભારત સામે વિજય મેળવ્યો હતો.
Site Admin | માર્ચ 8, 2025 2:34 પી એમ(PM)
મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગ- W.P.L.માં આજે યુપી વૉરિયર્ઝ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે લખનઉમાં મૅચ
