ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 8, 2025 2:32 પી એમ(PM)

printer

મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગ- WPLની 18મી મૅચ આજે યુપી વૉરિયર્ઝ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાશે

મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગ- WPLની 18મી મૅચ આજે યુપી વૉરિયર્ઝ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાશે. ઉત્તરપ્રદેશના લખનઉના ભારતરત્ન શ્રી અટલબિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ મૅચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે.
આ પહેલા ગઈકાલે ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કૅપિટલ્સને પાંચ વિકેટથી પરાજય આપ્યો હતો. દિલ્હી કૅપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને જીતવા 178 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ગુજરાત જાયન્ટ્સે 19 ઑવર ત્રણ બૉલમાં પાંચ વિકેટે આ લક્ષ્યાંક હાંસલ કરી વિજય મેળવ્યો હતો. દરમિયાન હરલીન દેઓલને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયાં હતાં.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ