ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 31, 2024 11:03 એ એમ (AM) | Gujarat | narishakti

printer

મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહિલાઓના સામર્થ્યને ઉજાગર કરવા માટે પહેલીથી આઠમી ઓગસ્ટ દરમ્યાન “નારી વંદન સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવશે

મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહિલાઓના સામર્થ્યને ઉજાગર કરવા માટે સમગ્ર રાજ્યમા દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેલી થી આઠમી ઓગસ્ટ દરમ્યાન “નારી વંદન સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવશે.
રાજકોટ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમો થકી મહિલાઓનું સન્માન કરાશે.
આ સપ્તાહ દરમિયાન મહિલા સુરક્ષા રેલી, શાળા કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમ, હોસ્પિટલમાં જન્મેલી દીકરીઓને દીકરી વધામણા કીટ વિતરણ, વહાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ વિતરણ, દરેક ગામમાં ખાસ મહિલા ગ્રામસભા, મહિલા આર્થિક વિકાસ માટે કાર્યક્રમ વગેરે કાર્યક્રમ દ્વારા મહિલા કલ્યાણ લક્ષી કાર્યક્રમો હાથ ધરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ