જૂનાગઢનાં “મહાશિવરાત્રી મેળા” નિમિત્તે મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે વિશેષ ભાડા સાથે રાજકોટ-જૂનાગઢ વચ્ચે તારીખ 25, 26 અને 28 ફેબ્રુઆરીનાં રોજ સ્પેશિયલ ટ્રેન દોડાવશે.
રાજકોટ-જૂનાગઢ સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સવારે 10.55 કલાકે ઉપડી બપોરે એક કલાકે જૂનાગઢ પહોંચશે. વળતામાં આ ટ્રેન જૂનાગઢથી બપોરે 1-40 વાગ્યે ઉપડશે અને સાંજે પાંચ વાગીને પાંચ મિનિટે રાજકોટ પહોંચશે. આ બંને ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ છે. આ બંને ટ્રેનો ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર ઉભી રહેશે.
Site Admin | ફેબ્રુવારી 25, 2025 8:42 એ એમ (AM) | Akashvani | akashvaninews | Gujarat | news | newsupdate | topnews | ગુજરાત | જૂનાગઢ | મહાશિવરાત્રિ મહાશિવરાત્રિ મેળો | મહાશિવરાત્રી | રાજકોટ
મહાશિવરાત્રિ નિમિત્તે રાજકોટ જૂનાગઢ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાશે
