ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના વરિષ્ઠ નેતાઓ આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ વિવિધ જિલ્લાઓમાં પ્રચાર કરશે. શ્રી મોદી ચન્દ્રપુર, સોલાપુર અને પુણેમાં ચૂંટણી રેલી સંબોધશે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુંબઈમાં 2 જાહેરસભા સંબોધશે.
બીજી તરફ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી બુલધાણા જિલ્લાના ચીખલી અને ગોન્દિયામાં મહાવિકાસ અઘાડીના ઉમેદવારોના સમર્થનમાં 2 રેલી યોજશે. ઉપરાંત રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષ – શરદપવાર પક્ષના ઉમેદવારના સમર્થનમાં પક્ષના વડા શરદ પવાર નાશિક અને અહમદનગરમાં સભાઓ સંબોધશે
Site Admin | નવેમ્બર 12, 2024 3:12 પી એમ(PM)
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ વિવિધ પક્ષો દ્વારા વિવિધ જિલ્લાઓમાં પ્રચાર..
