મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પરત લેવાનો આજે અંતિમ દિવસ છે. રાજ્યની 288 બેઠકો માટે ફોર્મ ચકાસણીને અંતે કુલ 7 હજાર 73 ઉમેદવારો ચૂંટણી લડવા માટે યોગ્ય ઠર્યા છે.
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ એક તબક્કામાં મતદાન યોજાશે. રાજ્યમાં મહાયુતિ અને મહા વિકાસ અઘાડી વચ્ચે મુખ્ય મુકાબલો છે. શાસક ગંઠબંધન મહાયુતિમાં ભાજપ, શિવસેના, એનસીપી, જ્યારે મહા વિકાસ અઘાડીમાં કૉંગ્રેસ, શિવસેના (UBT) અને શરદચંદ્ર પવારના NCP નો સમાવેશ થાય છે. અન્ય કેટલાક નાના પક્ષ તેમજ અપક્ષ ઉમેદવારો માટે પણ આ ચૂંટણી મહત્વની છે.
Site Admin | નવેમ્બર 4, 2024 2:58 પી એમ(PM)