મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે આજે રાજકીય પક્ષોએ તેમનાં ઉમેદવારોની સુધારેલી યાદી પ્રસિધ્ધ કરી હતી, અને ઉમેદવારોએ છેલ્લી ઘડીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના મહારાષ્ટ્ર એકમના વડા ચંદ્રશેખર બાવનકુળેએ કામઠી અને મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ નાના પટોળેએ સકોલી ખાતેથી ઉમેદવારી નોંધાવી હતી.ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ હતો. 20 નવેમ્બરે રાજ્યમાં 38 બેઠકો પર મતદાન થશે. આવતી કાલે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે. 13 નવેમ્બરે પ્રથમ તબક્કામાં 43 બેઠકો પર મતદાન થશે.
Site Admin | ઓક્ટોબર 29, 2024 7:09 પી એમ(PM)
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે આજે રાજકીય પક્ષોએ તેમનાં ઉમેદવારોની સુધારેલી યાદી પ્રસિધ્ધ કરી
