મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને પગલે ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. પક્ષે સ્નેહા દુબેને વસઈથી, સુધાકર કોહલેને નાગપુર પશ્ચિમ બેઠક પરથી ટિકિટ ફાળવી છે. આશિષ રંજીત દેશમુખ સાવનેર બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે અત્યાર સુધીમાં 146 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
મહારાષ્ટ્રની 288 બેઠકો માટે 20 નવેમ્બરના રોજ મતદાન થશે. અને 23 નવેમ્બરના રોજ મતગણતરી થશે.