મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી મહિનાઓમાં યોજાનારી ચૂંટણીના સંદર્ભમાં મુખ્ય ચૂંટણી કમિશ્નલ રાજીવ કુમારના વડપણ હેઠળના પ્રતિનિધિમંડળે આજે મુંબઇમાં શ્રેણીબધ્ધ બેઠકો યોજી છે. આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશ્નરની સાથે અન્ય ચૂંટણી કમિશ્નરો જ્ઞાનેશકુમાર અને એસ.એસ.સંધુ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ચૂંટણીપંચે વિધાનસભાની આગામી ચૂંટણીના સંદર્ભમાં અધિકારીઓની બદલી અંગેનો અનુપાલન અહેવાલ શા માટે રજૂ કરાયો નથી એ અંગે સંબંધિતો પાસેથી સ્પષ્ટતા માંગી હતી.
ઉલ્લેખનીય છે કે, ગત 31મી જુલાઇએ ચૂંટણીપંચે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયાના સંદર્ભે અધિકારીઓની ચોક્કસ નિયમના આધારે બદલીના નિર્દેશ આપતો પત્ર પાઠવ્યો હતો,
મહારાષ્ટ્રના અગ્રસચિવને આ નિર્દેશનું અનુપાલન થયું હોવાનો અહેવાલ 25મી સપ્ટેંબર સુધીમાં રજૂ કરવાનો પણ નિર્દેશ અપાયો હતો.
Site Admin | સપ્ટેમ્બર 27, 2024 8:07 પી એમ(PM) | ચૂંટણી