મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ગુજરાતી સાહિત્યકારો માટે વર્ષ 2022-23ની સાહિત્ય પુરસ્કારોની જાહેરાત કરી છે.સત્તાવાર યાદી મુજબ, ઇશ્વરલાલ પરમારને કવિ નર્મદ ગુજરાતી સાહિત્ય પુરસ્કાર અપાશે.એવી જ રીતે, સાહિત્ય ક્ષેત્રે તારિણી બહેન દેસાઇને,કલાક્ષેત્રે લલિતા પટેલને પત્રકારત્વ ક્ષેત્રે અક્ષય અંતાણીને તેમજ જન્મભૂમિ- સૌરાષ્ટ્ર ટ્રસ્ટને જીવન ગૌરવ પુરસ્કાર અપાશે. નવલકથા માટે નિરંજન મહેતાને અતિથી દેવો ભવઃ માટે ચૂનીલાલ મડિયા પુરસ્કાર એવી જ રીતે કવિતામાં ઉદયન ઠક્કર અને પ્રદિપ સંઘવીને હરીશચંદ્ર ભટ્ટ પુરસ્કાર અપાશે. લલિત નિબંધ ક્ષેત્રે નીલા સંઘવીને વાડીલાલ ડગલી પુરસ્કાર અપાશે. નવોદિત લેખકો માટેના યશવંત જોષી પુરસ્કાર માટે મીતા મેવાડા અને મમતા પટેલની પસંદગી થઇ છે.આકાશવાણી મુંબઇમાં પ્રોગ્રામ એક્ઝીક્યુટીવ તરીકે કાર્યરત વૈશાલી ત્રિવેદીને અનુવાદ શ્રેણીમાં નટ સમ્રાટ માટે ગોપાળ રાવ વિદ્વાંસ પુરસ્કાર અપાશે.
Site Admin | જુલાઇ 26, 2024 8:01 પી એમ(PM) | સાહિત્ય પુરસ્કારો