મહારાષ્ટ્રના દેવળાલી ખાતેના ફાયરિંગ રેન્જમાં થયેલા એક અકસ્માતમાં રાજકોટ અને પશ્વિમ બંગાળના બે અગ્નિવીર જવાનો શહીદ થયા છે. લશ્કરના સૂત્રોના જણાવ્યા મુજબ ગોળીબારની તાલીમ વખતે થયેલાં આ અકસ્માતમાં કારણની તપાસ શરૂ કરાઈ છે. લશ્કરના જણાવ્યા મુજબ રાજકોટના વિશ્વરાજસિંહ ગોહીલ અને પશ્વિમ બંગાળના સૈકત શહીદ થયા છે. ભારતીય લશ્કરે આ દુર્ઘટના અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.
Site Admin | ઓક્ટોબર 11, 2024 7:53 પી એમ(PM) | fire range | gujarat jawan | javan shahid | Maharshtra