ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 19, 2024 9:20 એ એમ (AM) | ચૂંટણી

printer

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની આવતી કાલે યોજાનારી ચૂંટણી માટેની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઈ

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની આવતી કાલે યોજાનારી ચૂંટણી માટેની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં તમામ 288 બેઠકો માટે મતદાન થશે. સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન રાજ્યમાં સત્તા જાળવી રાખવા માંગે છે, જ્યારે મહા વિકાસ અઘાડી (MVA) પુનરાગમન કરવાનાં પ્રયત્ન કરે છે. ચૂંટણીમાં કુલ 4,136 ઉમેદવારો મેદાનમાં છે જેમાં 2,086 અપક્ષ દાવેદારોનો સમાવેશ થાય છે. ભાજપે 149, શિવસેનાએ 81 અને અજિત પવારની આગેવાની હેઠળની NCPએ 59 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. કોંગ્રેસે 101, શિવસેના-UBTએ 95 અને NCP-SPએ 86 ઉમેદવારો ઉભા રાખ્યા છે. બહુજન સમાજ પાર્ટી અને AIMIM સહિતના નાના પક્ષો પણ ચૂંટણી લડી રહ્યા છે.
દરમિયાન, આવતી કાલે ઝારખંડમાં બીજા અને અંતિમ તબક્કામાં 38 બેઠકો માટે મતદાન થશે. આ તબક્કામાં બારહેટ બેઠક પર મુખ્યમંત્રી હેમંત સોરેન, જ્યારે ઝારખંડ ભાજપના વડા બાબુલાલ મરાન્ડી ધનવડ બેઠક અને AJSU ના વડા સુદેશ મહાતો સિલી બેઠક પરથી લડી રહ્યા છે. મુખ્યમંત્રી હેમંત સોરેનનાં પત્ની કલ્પના સોરેન ગાંડેય બેઠક અને ભાઇ બસંત સોરેન પરિવારની પરંપરાગત બેઠક દુમકા પરથી લડી રહ્યા છે. આ તબક્કામાં 528 ઉમેદવારો મેદાનમાં છે. બંને રાજ્યોમાં 23મી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ