મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર આજે પૂર્ણ થયો છે.મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકો માટે અને ઝારખંડમાં બીજા તબક્કા અંતર્ગત 38 બેઠક માટેતેમજ ચાર રાજ્યની 15 વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણી માટે આ બુધવારે મતદાન થશે.જ્યારે 23 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, રાષ્ટ્રીયલોકતાંત્રિક દળ- એનડીએ અને ઇન્ડિ ગઠબંધનના નેતાઓ દ્વારા પોતાના ઉમેદવારોનાસમર્થનમાં 150થી વધુ ચૂંટણી રેલીઓ યોજવામાં આવી હતી.પ્રચાર દરમિયાન એનડીએના નેતાઓએ બાંગ્લાદેશી ઘૂસણખોરો, હેમન્ત સૉરેનની સરકારના ભ્રષ્ટાચાર, બેરોજગારીઅને માસિક રોકડ તબદીલી યોજના જેવા મુદ્દા પર ધ્યાન આપ્યું. જ્યારે ઇન્ડિ ગઠબંધનના નેતાઓએમહિલાઓ માટે તેમની રોકડ બાંહેધરી, યુવા રોજગાર,કેન્દ્ર સરકાર દ્વારા ઝારખંડ સામે કથિત ભેદભાવ અને અપૂરતા ભંડોળનીફાળવણી જેવા મુદ્દા પર ધ્યાન આપ્યું હતું. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ પણ એનડીએના પ્રચાર અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. ઉપરાંતકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ પણ પ્રચારમાં જોડાયા હતા. આ તરફ ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી હેમન્ત સૉરેન, કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી, રાષ્ટ્રીય જનતાદળના નેતા તેજસ્વી યાદવે ઇન્ડિ ગઠબંધન માટે પ્રચાર કર્યો હતો.
Site Admin | નવેમ્બર 18, 2024 7:56 પી એમ(PM)