ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારે વેગ પકડ્યો છે. ઝારખંડમાં બીજા તબક્કાની ચૂંટણીનાં પ્રચારનો આવતી કાલે સાંજે અંત આવશે. વિવિધ રાજકીય પક્ષોનાં અગ્રણી નેતાઓ આજે જાહેરસભાઓ સંબોધશે. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે પી નડ્ડા આજે ગોમિયા, સિન્દરી અને નાલામાં ત્રણ સભાઓ સંબોધશે. શિવરાજ સિંહ ચૌહાણ, હિંમતા બિસવા સરમા અને ચંપઇ સોરેન પણ એનડીએ માટે પ્રચાર કરશે.
જેએએમના નેતા અને મુખ્યમંત્રી હેમંત સોરેન રાજ્યમાં છ સભાઓ સંબોધશે. કોંગ્રેસના નેતાઓ પણ શ્રેણીબધ્ધ બેઠકો યોજશે, જ્યારે આરજેડી નેતા તેજસ્વી યાદવ ધનબાદમાં જાહેર સભાને સંબોધશે. રાજ્યમાં 20 નવેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. દરમિયાન, મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનાર એક તબક્કાની ચૂંટણી આડે માત્ર બે દિવસ બચ્યા હોવાથી ટોચનાં રાજકીય પક્ષો દ્વારા પ્રચાર ચરમસીમા પર છે. પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે
Site Admin | નવેમ્બર 17, 2024 9:28 એ એમ (AM) | મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર અંતિમ તબક્કામાં
