મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ પણ આક્રમક રીતે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધુળેમાં સભાને સંબોધી હતી અને મહાવિકાસ અઘાડીએ મહારાષ્ટ્રના વિકાસમાં રોડા નાખ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીનાં અન્ય ટોચનાં નેતાઓ આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરશે. નાસિક અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ શિરાલા, કરાડ દક્ષિણ, સાંગલી અને ઇચલકરંજીમાં જનસભાઓમાં સંબોધશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરી આમગાંવ અને ગોંડિયા, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત કોલ્હાપુર દક્ષિણ, ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાંતાક્રુઝ પશ્ચિમ, નાલા સોપારા અને દહિંસર તથા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ધુળ અને નાગપુરમાં પ્રચાર કરશે.
આ ઉપરાંત. ભૂતપુર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની તથા સાંસદ મનોજ તિવારી મુંબઇમાં વિવિધ સ્થળોએ અને પક્ષના ધારાસભ્ય પંકજા મુંડે હિંગોલી અને રાહુરીમાં પ્રચાર કરશે
Site Admin | નવેમ્બર 8, 2024 2:33 પી એમ(PM) | ચૂંટણી