ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 25, 2024 2:11 પી એમ(PM)

printer

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની તમામ બેઠકો, વિવિધ રાજ્યોની વિધાનસભાની ખાલી પડેલી 48 બેઠકો જ્યારે લોકસભાની ખાલી પડેલી બે બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની તમામ બેઠકો, વિવિધ રાજ્યોની વિધાનસભાની ખાલી પડેલી 48 બેઠકો જ્યારે લોકસભાની ખાલી પડેલી બે બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે.દરમિયાન ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ છે. રાજ્યની 43 બેઠકો પર 13 નવેમ્બરના રોજ મતદાન થશે. અત્યાર સુધીમાં 748 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.વિપક્ષના નેતા અમર કુમાર બૌરીએ ચંદનકારી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી.ઉમેદવારી પત્રોની ચકાસણી 28 ઑક્ટોબરના રોજ થશે, 30 ઑક્ટોબર સુધી ઉમેદવારી પરત લઈ શકાશે. આ તરફ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે 552 ઉમેદવારોએ ફોર્મ ફર્યા છે.દરમિયાન ભારતીય રાષ્ટ્રિય નેશનલ કૉંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી કરી છે જેમાં સાત નામોના સમાવેશ થાય છે. જેમાં બાબાસિદ્ધિકીના પુત્ર જીસાંન સિદ્ધિકી બાન્દ્રા પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ