મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે વિવિધ પક્ષો વચ્ચે બેઠકોની સમજૂતિ થઈ છે અને પોતાનાં ઉમેદવારો જાહેર કર્યા છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીનાં સાથી પક્ષો કોંગ્રેસ, શિવસેના, (ઉધ્ધવ ઠાકરે), એનસીપી (શરદચંદ્ર પવાર) વચ્ચે બેઠકોની સમજૂતિ થઈ છે. દરેક પક્ષ 85 બેઠક પર લડશે. બાકીની બેઠકો માટે આજે મંત્રણા થશે. આ બેઠકો નાના પક્ષોને આપવામાં આવશે. શિવસેના (ઉધ્ધવ ઠાકરે જૂથ)એ 65 ઉમેદવારોની યાદી જાહેર કરતા રાજકીય ગતિવિધી તેજ બની છે. પક્ષે કોપરી-પાચપાખાડી બેઠર પર મુખ્યમંત્રી એકનાથ શિંદેની સામે કેદાર દિઘેને મેદાનમાં ઉતાર્યા છે. શિવસેના (ઉધ્ધવ ઠાકરે જૂથ)ના વડા ઉધ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે વરલીથી ચૂંટણી લડશે. ઝારખંડમાં, ઝારખંડ મુક્તિ મોરચાએ અત્યાર સુધી 36, કોંગ્રેસે 21 અને આરજેડીએ છ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઝારખંડ મુક્તિ મોરચાએ વધુ પાંચ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તેણે રાંચી બેઠક માટે મહુઆ માજીને મેદાનમાં ઉતાર્યા છે. ઇન્ડિ ગઠબંધનમાં જેએમએમ અને કોંગ્રેસ પ્રત્યેકને 70, જ્યારે આરજેડી અને સીપીઆઇ-એમને 11 બેઠકો ફાળવવામાં આવી છે.દરમિયાન, ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાનની એક અને ઉત્તરપ્રદેશની સાત બેઠકોની પેટાચૂંટણી માટેની યાદી જાહેર કરી છે.
Site Admin | ઓક્ટોબર 24, 2024 2:08 પી એમ(PM) | મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી