મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી આવતીકાલે હાથ ધરાશે. આ બંને રાજ્યોની સાથે, 15 રાજ્યોની 48 વિધાનસભા બેઠકો અને બે સંસદીય મતવિસ્તારની પેટાચૂંટણી માટે મતોની ગણતરી પણ હાથ ધરવામાં આવશે.
ઉત્તર પ્રદેશની નવ વિધાનસભા બેઠકો, રાજસ્થાનની સાત બેઠકો, પશ્ચિમ બંગાળની છ, આસામની પાંચ બેઠકો, બિહાર અને પંજાબની ચાર-ચાર, કર્ણાટકની ત્રણ બેઠકો, કેરળ, મધ્યપ્રદેશ અને સિક્કિમમાં બે-બે બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ હતી. છત્તીસગઢ, ગુજરાત અને ઉત્તરાખંડમાં એક-એક સીટ પર વિધાનસભાની પેટાચૂંટણી પણ થઈ હતી.
કેરળમાં વાયનાડ સંસદીય મતવિસ્તાર અને મહારાષ્ટ્રમાં નાંદેડ સંસદીય મતવિસ્તારની પેટાચૂંટણી પણ યોજાઈ હતી. આ મહિનાની 13 અને 20 તારીખે સંબંધિત મતવિસ્તારો માટે પેટાચૂંટણી યોજાઈ હતી.
Site Admin | નવેમ્બર 22, 2024 7:12 પી એમ(PM) | ચૂંટણી