મહારાષ્ટ્રમાં, સિંધુદુર્ગ જિલ્લાના ઐતિહાસિક રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સોમવારે તૂટી પડી હતી. માલવણના કિલ્લામાં બપોરે એક વાગે 35-ફૂટ ઉંચી પ્રતિમા તૂટી પડી હતી. પ્રતિમા તૂટી પડ્યા પછી પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રનાં વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 27, 2024 10:19 એ એમ (AM)