મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર અભિયાન પૂરજોશમાં છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ધુલે જિલ્લાના સિંધખેડામાં ચૂંટણી સભાને સંબોધન કરતા રાજ્યમાં મહાયુતીની સરકાર સત્તામાં પરત ફરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તેમણે લાડકી બહેન યોજનાનો વિરોધ કરવા બદલ એનસીપી નેતાઓની ટીકા કરી હતી. શ્રી શાહે બપોર બાદ જલગાંવ અને જિન્ટુરમાં પણ ચૂંટણી સભાઓ સંબોધી હતી.
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા, શિવરાજસિંહ ચૌહાણ, પિયુષ ગોયેલ, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના નેતાઓએ વિવિધ સ્થળોએ સભાઓ ગજવી હતી.
તો આ તરફ એનસીપી નેતા શરદ પવારે મહાઅઘાડી સરકાર પર પ્રહાર કર્યા હતા. કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગએ લાતુરમાં, જ્યારે શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેએ સાવંતવાડીમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.
Site Admin | નવેમ્બર 13, 2024 7:41 પી એમ(PM)