મહારાષ્ટ્રમાં ભાજપના નવા ચૂંટાયેલા વિધાનસભ્યો તેમના નેતાની પસંદગી માટે આજે મુંબઈમાં બેઠક કરશે.
પક્ષે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ધારાસભ્યોને તેમના વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કરવામાં મદદ કરવા નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે આવતીકાલે સાંજે 5 વાગ્યે નવા મુખ્યમંત્રી શપથ લેશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. ઉલ્ર્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળનાં મહાયુતિ ગઠબંધને પ્રચંડ વિજય મેળવ્યો હતો.
Site Admin | ડિસેમ્બર 4, 2024 10:23 એ એમ (AM)
મહારાષ્ટ્રમાં ભાજપના નવા ચૂંટાયેલા વિધાનસભ્યો તેમના નેતાની પસંદગી માટે આજે મુંબઈમાં બેઠક કરશે.
