ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 22, 2024 2:28 પી એમ(PM) | ભારે વરસાદ

printer

મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદને કારણે પૂર્વ વિદર્ભના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ

મહારાષ્ટ્રમાં, છેલ્લા બે દિવસમાં ભારે વરસાદને કારણે પૂર્વ વિદર્ભના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન હવામાન વિભાગે અતિભારે વરસાદની શક્યતાને જોતા નાગપુર સહિતના કેટલાંક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે. નાગપુર, ચંદ્રપુર અને ગઢચિરોલી જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે.
દરમિયાન, ગઢચિરોલી અને ભંડારા જિલ્લાની સરહદે આવેલ વૈનગંગા નદી પર આવેલ ગોસીખુર્દ ડેમમાં વધારાના પાણીના નિકાલ માટે તમામ 33 દરવાજા એક મિટર સુધી ખોલવામાં આવ્યા. જેને પગલે નિચાણવાળા વિસ્તારોને ચેતવણી જાહેર કરાઈ છે.
દરમિયાન આજે મુંબઈમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે અને ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ