મહારાષ્ટ્રમાં ચાલી રહેલાં વિવિધ રેલવે પ્રોજેક્ટોમાં અત્યાર સુધી એક લાખ, 64 હજાર, 605 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થયું છે. એવી જ રીતે રાજ્યમાં છ હજાર કિલોમીટરની લંબાઈના નવા રેલવે માર્ગો તૈયાર થઈ રહ્યા છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે મુંબઈમાં પત્રકાર પરિષદમાં વધુમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના હેઠળ 132 થી વધુ રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે.
બીજા એક પ્રશ્નના જવાબમાં રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં મુંબઈની ઉપનગર રેલવે સેવામાં નોંધપાત્ર સુધારો જોવા મળશે.
Site Admin | નવેમ્બર 16, 2024 7:07 પી એમ(PM) | મહારાષ્ટ્ર