મહારાષ્ટ્રમાં,ગઈકાલે લાખો ભક્તોએ ગણપતિ બાપ્પાને વિદાય આપી.રાજ્યપાલ સી.પી.રાધાકૃષ્ણનના નિવાસસ્થાને સ્થાપિત ઈકો-ફ્રેન્ડલી ગણેશજીનું રાજભવન ખાતેના કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.માટીમાંથી બનેલી આ મૂર્તિ નાસિક સેન્ટ્રલજેલના એક કેદી દ્વારા બનાવવામાં આવી હતી.મુંબઈમાં 5 દિવસના ગણેશઉત્સવ બાદ 38 હજારથી વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાંઆવ્યું હતું.જેમાંથી 37 હજારથી વધુ ઘરગથ્થુ અને 1 હજારથી વધુ સાર્વજનિક ગણેશ મંડળના ગણપતિ હતા.બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવ્યા છે.ઉલ્લેખનીય છે કે,મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ અનંત ચતુર્દશીના દિવસે અંતિમ વિસર્જન સાથે 10 દિવસ સુધી ચાલે છે.
Site Admin | સપ્ટેમ્બર 12, 2024 2:38 પી એમ(PM)
મહારાષ્ટ્રમાં ગઈકાલે લાખો ભક્તોએ ગણપતિ બાપ્પાને વિદાય આપી
