કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ ક્ષેત્રના રાજ્યોમાં મુખ્યમંત્રીઓ, મંત્રીઓ અને મુખ્યસચિવોને એકંદર આરોગ્ય સુધારવા કુપોષણ દૂર કરવાને પ્રાથમિકતા આપવા વિનંતી કરી છે. મહારાષ્ટ્રના પુણેમાં ગઈકાલે શ્રી શાહની અધ્યક્ષતામાં યોજાયેલી પશ્ચિમ ક્ષેત્રિય પરિસદની 27મી બેઠકમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠકમાં શ્રી શાહના સૂચનો પર તાત્કાલિક યોગ્ય કામગીરી કરવા ખાતરી આપી હતી. શ્રી શાહે પશ્ચિમી રાજ્યો વચ્ચે પરસ્પર સંવાદ અને સહકાર અંગે તેમ જ રાજ્યના વિકાસ સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું. દરમિયાન બેઠકમાં 18 જેટલા વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી.
ઉપરાંત શ્રી શાહે લઘુત્તમ ટેકાના ભાવ- MSP પર કઠોળના વેચાણ માટે સરકારે બનાવેલી એપ્લિકેશન અંગે ખેડૂતોમાં જાગૃતિ ફેલાવવા પર પણ ભાર મુક્યો હતો.
Site Admin | ફેબ્રુવારી 23, 2025 8:06 એ એમ (AM) | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
મહારાષ્ટ્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૂચવેલા સૂચનો પર યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતરી આપી.
