ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મહારાષ્ટ્રમાં ઉજ્જવલા યોજના હેઠળ 50 લાખથી વધુ મહિલાઓને રાંઘણગેસના જોડાણો અપાયા : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

મહારાષ્ટ્રમાં ઉજ્જવલા યોજના હેઠળ 50 લાખથી વધુ મહિલાઓને રાંઘણગેસના જોડાણો અપાયા છે તેમજ હર ઘર જલ યોજના હેઠળ સવા કરોડથી વધુ પરિવારોને પાઇપ વડે પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નાસિકમાં એક રેલીને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું.. તેમણે કહ્યું કે, કેન્દ્રની એનડીએ સરકાર અને મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર સમાજના વંચિતોના કલ્યાણ માટે પ્રતિબધ્ધ છે.
શ્રી મોદીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સાત લાખથી વધુ પાકા આવાસોનું નિર્માણ કરાયું છે. એવી જ રીતે, સાત કરોડથી વધુ લોકોને વિનામૂલ્યે અનાજ પુરુ પાડવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા વિવિધ પ્રોજેક્ટોની વિગતો આપી હતી. આ અગાઉ, પ્રધાનમંત્રીએ ધુળે ખાતે ચૂંટણી સભા સંબોધી હતી.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આગામી 20મી નવેમ્બરે મતદાન થશે અને 23મી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ