મહારાષ્ટ્રના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણને પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે શોક સંદેશમાં લખ્યું કે ડૉ. સિંઘ વૈશ્વિક સ્તરે જાણીતા અર્થશાસ્ત્રી, પ્રતિષ્ઠિત વિદ્વાન, રાજનેતા અને એક અનુકરણીય સંસદસભ્ય હતા. ભારતના નાણામંત્રી તરીકેના સૌથી પડકારજનક સમયગાળા દરમિયાન તેમણે સફળતાપૂર્વક રાષ્ટ્રને આર્થિક કટોકટીમાંથી કાઢ્યું અને વૈશ્વિકીકરણ અને ઉદારીકરણનો પાયો નાખ્યો હતો.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે, કેબિનેટ મંત્રી રામદાસ આઠવલેએ પણ શ્રી સિંઘના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ ડૉ. સિંઘના શોકગ્રસ્ત પરિવારના સભ્યો માટે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.
નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયુ રિયોએ પણ દુઃખ વ્યક્ત કરતાં શોક સંદેશમાં જણાવ્યું હતું કે ડો. સિંઘનું શાંત નેતૃત્વ, શાણપણ અને નમ્રતા હંમેશા યાદ રાખવામાં આવશે.
Site Admin | ડિસેમ્બર 27, 2024 2:31 પી એમ(PM) | ડૉ. મનમોહન સિંઘ