ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 6, 2024 7:59 પી એમ(PM) | chembur fire | Eknath Shinde | Maharashtra | mumbai fire

printer

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ચેમ્બુર દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં થયેલ આગ દુર્ઘટનાના સ્થળની મુલાકાત લીધી. તેમણે અસરગ્રસ્ત પરિવારને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. એકનાથ શિંદેએ કહ્યું કે, સરકાર આ ઘટનામાં ઘાયલ થયેલા બે લોકોને મફત સારવારની સુવિધા પણ આપશે. વહીવટીતંત્ર અકસ્માતના કારણોની તપાસ કરશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈના ચેમ્બુરમાં બે માળની ઇમારતના ભોંયતળિયે આવેલી એક દુકાનમાં ખામીયુક્ત ઇલેક્ટ્રિકલ વાયરિંગને કારણે આ આગ લાગી હતી. અને આ ઘટનામાં ત્રણ બાળકો સહિત એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ