ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 10, 2024 7:17 પી એમ(PM) | ધારાસભ્યો

printer

મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને રોડ-રસ્તાના કામ માટે વધારાનું 2 કરોડ રૂપિયાનું અનુદાન અપાશે

રાજ્યમાં મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને સભ્યદીઠ 2 કરોડ રૂપિયાનું વધારાનું અનુદાન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તે મુજબ માર્ગ-મકાન વિભાગ દ્વારા 43 ધારાસભ્યોને 86 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. ધારાસભ્યો આ અનુદાનમાંથી રોડ-રસ્તાનાકામ કરાવી શકશે. રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓને  સંબંધિત ધારાસભ્યો સાથે પરામર્શકરીને આ અનુદાનમાંથી કામ હાથ ધરવાના દિશા નિર્દેશો આપ્યા છે. ઉલ્લેખનીય છેકે, મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને પોતાના મતવિસ્તારમાં આવેલા નવા માર્ગ,જૂના રસ્તાઓના સમારકામ જે વિસ્તારમાં ડામર કે કૉન્ક્રિટના માર્ગ બનાવી શકાય તેમ ન હોય તેવા રસ્તાઓ પર પેવરબ્લૉકની કામગીરી કરવા શહેરી વિકાસ વિભાગ દ્વારા અનુદાન ફાળવવામાં આવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ