દેશભરમાં આજથી ગણેશ મહોત્સવની શરૂઆત થઈ છે. મહાનગરપાલિકા દ્વારા અમદાવાદના ગણેશજીની મૂર્તિઓના હબ ગુલબાઈ ટેકરાની કાયાપલટ કરવામાં આવશે.ગુજરાતમાં ભગવાન ગણેશજીની મૂર્તિઓ બનાવવા માટે સૌથી જાણીતું બજાર અમદાવાદના ગુલબાઈ ટેકરામાં આવેલું છે. અહીં 50 વર્ષથી બાવરી સમાજના લોકો ગણપતિ સહિત અલગ અલગ ભગવાનની મૂર્તિઓ બનાવી વેચે છે. થોડા સમય પહેલાં એએમસીએ
ગુલબાઈ ટેકરાનું રિડેવલપમેન્ટ કરવાનો નિર્ણય કર્યો હતો અને 99 કરોડનું ટેન્ડર પણ આપી દેવાયું હતું.આમ, હવે એએમસીના પ્લોટમાં વર્ષોથી રહેતા બાવરી સમાજના લોકોને ત્યાંથી હટાવી તેમના માટે 322 સ્ક્વેર ફૂટના 854 નવાં મકાન બનાવાશે. આ મકાનો બનતાં 2 વર્ષ જેટલો સમય લાગશે, જેથી બાવરી સમાજના લોકો અન્ય સ્થળે રહેવા જશે
Site Admin | સપ્ટેમ્બર 7, 2024 3:33 પી એમ(PM)