ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 15, 2025 6:47 પી એમ(PM) | foreign delegation | Mahakumbh | pavitra snan | Prayagraj | sangam snan

printer

મહાકુંભ 2025: 10 દેશોના 21 સભ્યોનું પ્રતિનિધિમંડળ સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે

ભવ્ય અને દિવ્ય મહાકુંભ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. મહાકુંભનો ભાગ બનવા માટે, 10 દેશોના 21 સભ્યોનું પ્રતિનિધિમંડળ આવતીકાલે સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. વિદેશ મંત્રાલય દ્વારા આમંત્રિત આ પ્રતિનિધિમંડળ આજે પહોંચશે. આ પ્રતિનિધિમંડળ માટે રહેવાની વ્યવસ્થા અરૈલ ખાતે ટેન્ટ સિટીમાં કરવામાં આવી છે. આ પ્રતિનિધિમંડળ આજે મહાકુંભ મેળા વિસ્તારની પણ મુલાકાત લેશે. હેરિટેજ વોક દ્વારા સભ્યોને પ્રયાગરાજના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને જોવાની તક મળશે.
આવતીકાલે આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે અને હેલિકોપ્ટરથી દ્વારા મહાકુંભ વિસ્તારનો હવાઈ દૃશ્ય માણશે. આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળમાં ફીજી, ફિનલેન્ડ, ગુયાના, મલેશિયા, મોરેશિયસ, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ત્રિનિદાદ અને ટોબૈગો અને સંયુક્ત આરબ અમીરાતના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ