પ્રયાગરાજમાં મહાકુંભમાં સર્જાયેલી દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુઃખ વ્યક્ત કર્યું હતું. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ભાગદોડની ઘટના અત્યંત દુઃખદ છે. રાષ્ટ્રપતિએ જીવ ગુમાવનારા ભક્તોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે ઘાયલ ભક્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા ભક્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી.
આ ઘટના અંગે શ્રી મોદીએ કહ્યું કે, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને દરેક શક્ય રીતે મદદ કરવામાં રોકાયેલું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી છે અને તેઓ સતત રાજ્ય સરકારના સંપર્કમાં છે.
Site Admin | જાન્યુઆરી 29, 2025 1:58 પી એમ(PM) | મહાકુંભ
મહાકુંભમાં સર્જાયેલી ઘટના અંગે રાષ્ટ્રપતિ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
