ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 9, 2025 9:09 એ એમ (AM)

printer

મહાકુંભમાં જતા પ્રવાસીઓનાં ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે સાબરમતી-લખનૌ અને ભાવનગરથી લખનૌ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે

મહાકુંભમાં જતા પ્રવાસીઓનાં ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે સાબરમતી-લખનૌ અને ભાવનગરથી લખનૌ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે. આ ટ્રેન 10 જાન્યુઆરીએ સાબરમતીથી રાત્રે 10-55 કલાકે ઉપડીને બીજા દિવસે રાત્રે નવ કલાકે લખનઉ પહોંચશે.
અન્ય ટ્રેન ભાવનગરથી 11 જાન્યુઆરીએ રાત્રે 9-45 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે ચાર વાગે લખનઉ પહોંચશે. આ ટ્રેનમાં 20 સ્લિપર અને 2 સામાન્ય કોચ રહેશે.
દરમિયાન, ઉત્તર ભારતમાં હાલ ભારે ધુમ્મસની સ્થિતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદની ત્રણ સાપ્તાહિક ટ્રેનના ફેરા રદ કર્યા છે. અમદાવાદ-દરભંગા-અમદાવાદ ટ્રેન, ગાંધીધામ-ભાગલપુર-ગાંધીધામ સાપ્તાહિક ટ્રેન 10 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી રદ રહેશે, જ્યારે અમદાવાદ-પટણા-અમદાવાદ સાપ્તાહિક ટ્રેન 15 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી રદ રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ