મહાકુંભના ત્રિવેણી સંગમમાં અત્યાર સુધી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુએ આસ્થાની ડૂબકી લગાવી છે. પ્રયાગરાજમાં મકરસંક્રાંતિ, મૌની અમાસ અને વસંત પંચમી પર ત્રણઅમૃત સ્નાન પછી પણ શ્રદ્ધાળુઓનો ઉત્સાહ યથાવત્ છે. ઉત્તરપ્રદેશ સરકારને આ વખતે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાની સંખ્યા 50 કરોડથી ઉપર પહોંચવાની શક્યતા છે.આ તરફ આકાશવાણીનાં મહાનિદેશક ડૉક્ટર પ્રજ્ઞા પાલીવાલ ગૌડે આજે મહાકુંભમાં આકાશવાણીના કેમ્પ કાર્યાલયની મુલાકાત લીધી.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ત્રિવેણી સંગમ ખાતે આજેપવિત્ર સ્નાન કર્યું હતું. તેમણે ગુજરાત પ્રવાસનનિગમ દ્વારા બનાવાયેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત લઈ યાત્રાળુઓ માટે કરાયેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 7:23 પી એમ(PM) | મહાકુંભ
મહાકુંભના ત્રિવેણી સંગમમાં અત્યાર સુધી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુએ આસ્થાની ડૂબકી લગાવી
